મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ અપાવી


SHARE







મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ અપાવી

મોરબીની વર્ષો જૂની સર્વોદય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી.હાલમાં અચાનક યુવાન વયમાં લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે આવા કોઈ સંજોગો ઊભા થાય તો સીપીઆર પદ્ધતિ દ્વારા કદાચ તે વ્યક્તિનો જીવ બચાવી શકાય તે બાબતને ધ્યાને લઈ મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના સહયોગથી વિદ્યાર્થીનીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. ગોકુલ હોસ્પિટલ રાજકોટના એમડી ફિઝિશિયન અને આઈ.સી.યુ. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કરણ મોઢવાડિયા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને હૃદયરોગના કોઈ વ્યક્તિને મદદરૂપ થવા માટે જરૂરી ટ્રેનિંગ આપવામાં આવી તેમજ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો પાસે CPR અપાવવામાં આવી આ સમયે શાળાના પ્રિન્સિપાલ ડી.એચ. અગ્રાવત, યુ એમ જાદવ, એન.કે.વોરિયા, વી.ડી.સુખાનંદી, જે.એન.ગોસાઇ, જી.એસ.ગાંવિત, જે.એમ.ગમારા, એસ.એચ.મેઘનાથી, કે.વી.પટેલ, વી.એ.ડામોર, આર.બી.માધર ઉપસ્થિત રહ્યા હતા. અને તમામ વિદ્યાર્થીનીઓએ જો જાહેર સ્થળ ઉપર કોઈ વ્યક્તિને હૃદય રોગના હુમલાના કારણે બેભાન અવસ્થામાં હશે તો તેને મદદ કરવા માટે વચનો આપેલ






Latest News