મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા


SHARE







મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા

મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે કમિશ્નર પાસે ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે ત્યારે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કમિશ્નરને કેટલા સૂચનો લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ છે અને ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતા મોરબીને પહેલા કમિશ્નર નવી ઓળખ અપાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે અનેક વાયદાઓ પછી મોરબીને કોપોરેશન આપેલ છે અને કમીશ્નરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના લોકોને કઈ કઈ સમસ્યા છે તેની માહિતી તો મળી જ હશે. આ મોરબી શહેર સિરામિક માટે જગ વિખ્યાત છે અને ટેક્સ ભરવામાં પણ પહેલા નંબરે આવે છે જો કે આ નગર ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતું થઈ ગયેલ છે. આ મોરબીમાં અગાઉ ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ  કોન્ક્રેટ રોડ પણ બે વર્ષથી વધારે ટકતા નથી. તેવું કામ લોકોએ આગાઉ જોયેલું છે. આજની તારીખે લોકોને ટ્રાફિક, રાખતા ઢોર, જન્મ તારીખ દાખલા સહિતની અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. ત્યારે મહાપાલિકાના કમિશ્નર પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે અને રાજકોટના પૂર્વે  કમીશ્નર જગદીશન દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે દબાણ દૂર કરવા સહિતની કામગીરી આપના દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News