મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના મદદનીશ કમિશનરે ચાર્જ સંભાળ્યો: આજથી સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ


SHARE







મોરબી મહાપાલિકાના મદદનીશ કમિશનરે ચાર્જ સંભાળ્યો: આજથી સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ

મોરબી મહાપાલિકા પાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં અધિકારીઓએ મુકાઇ ગયા છે અને કામગીરીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયેલ છે અને આજે મોરબી મહાપાલિકાના મદદનીશ કમિશનર સંજય સોનીએ તેનો ચાર્જ સંભાળી લીધો છે.

મોરબી મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે ચાર્જ સાંભળીને મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે કામ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નવ રચિત મહાપાલિકમાં મદદનીશ કમિશનર સંજય સોનીને મૂકવામાં આવેલ છે તેમણે આજ મોરબી મહાપાલિકામાં ચાર્જ સાંભળી લીધેલ છે અને તેઓ મૂળ ઇડરના વતની છે. અને તેમણે પહેલા મહેસાણા, ભરૂચ, નડિયાદ, વલસાડ, નવસારી સહિતની જગ્યાએ ચીફ ઓફિસર તરીકે કામગીરી કરેલ છે. અને તેમની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઈજનેર અને હવે મદદનીશ કમિશ્નર દ્વારા ચાર્જ સાંભળીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સિટી સિવિક સેન્ટરનો પ્રારંભ
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ થોડા દિવસો પહેલા જ ચાર્જ સાંભળ્યો છે અને તેમણે કહ્યું હતું કે, સોમવારથી મોરબી મહાપાલિકાનું સિટી સિવિક સેન્ટર ચાલુ કરવામાં આવશે તે સિટી સિવિક સેન્ટર આજથી શરૂ થઈ ગયેલ છે અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ રેન બસેરા ખાતે હાલમાં સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં જઈને લોકો લાઈટ, પાણી, ગટર સાહિતની ફરિયાદો કરી શકશે તેમજ ત્યાં વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્સ પણ લોકો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જો કે, આગામી દિવસોમાં ત્યાં જન્મ મરણના દાખલા, મેરેજ સર્ટી અને હોલ બુકીંગ સહિતની સેવાઓને શરૂ કરવામાં આવશે. 






Latest News