મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં પશુઓની તસ્કરી થતી હોવાની માલધારી સંગઠનની કલેકટર રજૂઆત

મોરબી જીલ્લામાં ઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે સ્થળાંતર કરતા હોય છે અને અવારનવાર તેના પશુની તસ્કરી કરવામાં આવતી હોય છે જેથી કરીને માલધારી વિકાસ સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબીમાં માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કેઘણા માલધારીઓ પોતાના પશુના નિભાવ માટે એક જીલ્લાથી બીજા જીલ્લામાં સ્થળાંતર કરીને પશુ ઘેટા બકરા લઈને જતાં હોય છે ત્યારે અવારનવાર પશુઓની તસ્કરી કરીને તેઓને હેરાન કરવામાં આવે છે તેવી માલધારીઓની ફરિયાદ ઉઠી રહી છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર તેમજ મોરબી જીલ્લામાં પશુની તસ્કરીની ઘટનાઓ અનેક વખત બનેલ છે ત્યારે માલધારીઓની ફરિયાદને ધ્યાને લઈને તસ્કરોને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી સમયમાં ગુજરાતભરમાં માલધારીઓ અને માલધારી સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News