મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં યુવાનને ફ્રેન્ચાઇઝી દેવાનું કહીને 28.03 લાખની છેતરપિંડી


SHARE







લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં યુવાનને ફ્રેન્ચાઇઝી દેવાનું કહીને 28.03 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવેલ હતો અને ત્યાર બાદ તેની પાસેથી જુદાજુદા બેંક એકાઉન્ટમાં કુલ મળીને 28.03 લાખ રૂપિયા જમા કરાવવામાં આવેલ હતા જો કે તેને કોઈ ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલ નથી અને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી કરીને યુવાને ત્રણ મોબાઈલ અને બે બેંક એકાઉન્ટના ધારકોની સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં-6 માં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા (37)એ હાલમાં મોબાઇલ નંબર 8961351994, 8981362249 અને 9679896521 ના ધારક તેમજ સેંટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંક એકાઉન્ટ નંબર 5629903650 તેમજ યુકો બેંક એકાઉન્ટ નંબર 6820110053614 ના ધારક સામે વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 19/9/24થી 23/20/24 દરમ્યાન મોરબીના મકનસર ગામે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખાતે આરોપોઓએ કાવતરું કરીને ફરીયાદીને વિશ્વાસમાં લીધેલ હતી અને તેને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી હતી અને ત્યાર બાદ ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવીને તેની પાસેથી અલગ અલગ તારીખે આરોપીઓના જુદાજુદા બેંક એકાઉન્ટમાં 28,03,500 નું રોકાણ કરાવ્યુ હતું અને ત્યાર બાદ આરોપીઓએ ફરીયાદને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી આપેલ નથી અને તેને આપેલા રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી કરીને આરોપીઓએ ફરીયાદી સાથે વિશ્વાસધાત અન છેતરપીંડી કરી હોવાની યુવાને મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે BNS કલમ 316(2), 318(4) 319(2), 61(2) તથા આઇટી એકટ કલમ 66 (સી), 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News