ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એડોપ્શન ઓફ મધર વાર્ષિક પ્રોજેક્ટ સંપન્ન


SHARE







મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એડોપ્શન ઓફ મધર વાર્ષિક પ્રોજેક્ટ સંપન્ન

મોરબીમાં કાર્યરત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નિયમ મુજબ વર્ષના અંતિમ માસ એટલે કે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં "એડોપ્શન ઓફ મધર" પ્રોજેક્ટ સંપન્ન કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 જરૂરતમંદ, ગંગાસ્વરૂપ, વૃદ્ધ મહિલાઓને રાશનની કીટ તેમજ સાડીઓ આપવામાં આવી હતી અને ભોજન કરવવામાં આવ્યું હતું આ તકે સંસ્થાના સભ્યના ઘેર ભાવુક દ્રશ્યો સર્જાય હતા. અને લાભાર્થી મહિલાઓએ સંસ્થાના સભ્યોને આશીર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્કાન વેલ્ફર સોસાયટી દ્વારા ગત ફેબ્રુઆરી માસથી જરૂરતમંદ, ગંગાસ્વરૂપ, વૃદ્ધ મહિલાઓને મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે "એડોપ્શન ઓફ મધર" પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં 6 મહિલાઓને દર મહીને બાર માસ સુધી રાશનકીટ, સાડી સહીત મદદ કરવામાં આવી હતી અને આજે વર્ષના અંતિમ દિવસે આ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.






Latest News