મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામ પાસે કેનાલમાંથી ગોંડલના યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE







મોરબીના જોધપર ગામ પાસે કેનાલમાંથી ગોંડલના યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

ગોંડલનો યુવાન તેના મામાના ઘરેથી કચરો વીણવા માટે થઈને ગયો હતો દરમિયાન મોરબી નજીકના જોધપર ગામ પાસે કેનાલના પાણીમાંથી મૃત હાલતમાં તે મળી આવ્યો હતો જેથી કરીને મૃતકના મામા તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ગોંડલનો રહેવાસી દિલીપ ઈશ્વરભાઈ (32) નામનો યુવાન તેના મામાના ઘરેથી કચરો વીણવા માટે ગયો હતો અને ત્યાર બાદ મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ કેનાલમાંથી મૃત હાલતમાં તે મળી આવ્યો હતો જેથી કરીને મૃતક યુવાનના મામા નારણભાઈ મગનભાઈ દંતાણી તેની લાશને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે

દારૂની એક-એક બોટલ સાથે બે પકડાયા

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 673 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી કિસન પ્રદ્યુમનભાઈ વરાણીયા (23) રહે. ત્રાજપર ચોકડી પાસે પાવન પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપર ગામ પાછળ નિત્યાનંદ સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 562 ની કિંમતની દારૂની બોટલ સાથે કરણ ગોરધનભાઈ સનુરા (21) રહે. સર્કિટ હાઉસની સામે ભારતપર મફતિયાપરામાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ છે.






Latest News