મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર બાળ દિવસની ઉજવણી કરાઇ


SHARE







વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વીર બાળ દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેર શહેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના અમર બલિદાનને યાદ કરીને વીર બાળ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. જેમાં વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સ્પર્ધામાં ભાગલેનાર બાળાઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રથમ ક્રમે આવનાર બાળાને રૂપિયા 2100, બીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1500, ત્રીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1100, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળાઓને રૂપિયા 501 ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં. તેમજ ગર્લ્સ હાઈસ્કૂલની જરૂરીયાત મંદ વિધાર્થીનીઓને 60 જોડી સ્કુલ યુનિફોર્મ ડ્રેસ આપવામાં આવેલ હતાં, અને શાળાઓની 600 કરતાં વધારે બાળાઓને ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો. આ તકે વાંકાનેર શહેર અને તાલુકા ભાજપના સમર્પિત કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા.






Latest News