મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં પડેલા અજાણ્યા યુવાનની ફાયરની ટિમ દ્વારા સતત શોધખોળ


SHARE







મોરબીના મચ્છુ-3 ડેમમાં પડેલા અજાણ્યા યુવાનની ફાયરની ટિમ દ્વારા સતત શોધખોળ

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-3 ડેમમાં અજાણ્યા યુવાને કોઈ કારણોસર  ઝંપલાવ્યું હતું જે બનાવની પોલીસે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી કરીને ફાયરની ટિમ સવારથી પાણીમાં પડેલા વ્યક્તિને શોધી રહી છે જો કે, હજુ સુધી તેનો કોઈ પત્તો લાગેલ નથી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી કોઈ અજાણ્યા યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી તાલુકા પોલીસે આ બનાવ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટિમ સવારે નવેક વાગ્યાથી પાણીમાં પડેલા વ્યક્તિની શોધખોળ કરી રહી છે જો કે, સાંજે ચાર વાગ્યા સુધીમાં તે પાણીમાં પડેલા યુવાનનો કોઈ પત્તો લાગેલ નથી અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ જે વ્યક્તિ પાણીમાં પડેલ છે તેનું બાઇક ડેમ નજીક આવેલ પુલ પાસે પડ્યું છે જેથી કરીને યુવાને પાણીમાં ઝંપલાવ્યું હોવાની શક્યતાના આધારે તેની પાણીમાં શોધખોળ ચાલી રહી છે.






Latest News