મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ભુજ રિઝિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલ સ્ટેમ ક્વિઝમાં મોરબી જિલ્લા ત્રણ વિદ્યાર્થી બન્યા વિજેતા


SHARE







ભુજ રિઝિયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલ સ્ટેમ ક્વિઝમાં મોરબી જિલ્લા ત્રણ વિદ્યાર્થી બન્યા વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત આર્ય ભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્ર,મોરબી દ્વારા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જીલ્લાની શાળાઓએ ધો. 9 થી 12 ના 20000 +  વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ ૩.૦ માં રજીસ્ટ્રેશન કરાવેલ હતું 

જેની ઓનલાઇન માધ્યમથી જીલ્લાની વિવિધ શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાંથી હર એક તાલુકામાંથી શ્રેષ્ઠ 10 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી જેનો ઝોન કક્ષાએ સમાવેશ કરવામાં આવ્યો છે અને ઝોન કક્ષાની સ્પર્ધામાં જિલ્લામાં પસંદ થયેલ મોરબી જિલ્લાના દરેક તાલુકાના ટોપ 10  વિદ્યાર્થીઓ રિઝિયોનલ સાયન્સ સેન્ટર ભૂજ ખાતે ભાગ લીધેલો હતો જેમાંથી શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીમાંથી ૩ મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં આયુષી જીતેન્દ્રભાઈ માકાસણા (નાલંદા વિદ્યાલય), રોહિત ભરતભાઈ બાવરીયા (વી.એસ.હાઈસ્કૂલ વાંકાનેર) અને પ્રિયંકા મનીષભાઈ બારૈયા (ઓપરેટ કન્યા વિદ્યાલય ટંકારા) નો સમાવેશ થાય છે.

જેમની સાથે ટંકારા તાલુકાના કોર્ડીનેટર અને ઓરપેટ શાળાના આચાર્ય  અસ્મિતાબેન ગામી વાંકાનેર તાલુકાના કોડીનેટર અને એલ.કે. સંઘવીના શાળાના આચાર્ય  દર્શનાબેન જાની વિદ્યાર્થીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા  ભૂજ ખાતે બધા જ તાલુકાના પાંચમા અને છઠ્ઠા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ ઈનામ સ્વરૂપે  આપવામાં આવ્યાં હતા અને ટોપ 4 વિદ્યાર્થી જે  હવે રાજ્યની ક્વિઝ માટે ગાંધીનગર સાયન્સ સીટી ખાતે રમવા જશે  ત્યાં તેમને ટેબલેટ, થ્રી ડી પ્રિન્ટર તેમજ રોબેટિક કીટ આપવામાં આવશે. મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આ તમામ ટોપ ફોર વિદ્યાર્થીઓને મોરબી જીલ્લાના શિક્ષણ અધિકારી કમલેશ મોતા તેમજ પ્રવિણભાઈ અંબારીયા અને આર્ય ભટ્ટલોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ કો ઓડીનેટર દીપેન ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






Latest News