મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: કુલ મળીને 10 થયા


SHARE









માળિયા (મી)ના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: કુલ મળીને 10 થયા

મોરબી શહેર અને જિલ્લામાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેવો ઘાટ છેલ્લા દિવસોથી જોવા મળી રહ્યો છે કારણ કે, અત્યાર સુધીમાં મોરબી, ટંકારા અને હળવદ વિસ્તારમાંથી પોલીસે જુદી જુદી જગ્યા ઉપર રેડ કરીને નવ જેટલા બોગસ ડોક્ટરો પકડ્યા છે તેઓમાં માળિયા તાલુકાના કુંતાસી ગામેથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે જેથી પોલીસે તેની પાસેથી એલોપેથિક દવાઓ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં અગાઉ મોરબી શહેરમાંથી બે, તાલુકામાંથી એક, ટંકારા તાલુકામાંથી એક અને હળવદ તાલુકામાંથી પાંચ આમ કુલ મળીને નવ બોગસ ડોકટર ઝડપાઈ ગયા છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે તેવામાં માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ દ્વારા કુંતાસી ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા ભરતભાઈ રામાનુજને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ ન હોવા છતાં પણ દર્દીઓને એલોપેથીક દવા આપીને તેના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી પોલીસે 1,867 રૂપિયાની કિંમતની એલોપેથિક દવાનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ બિહારીદાસ રામાનુજ (43) રહે. રામજી મંદિર કુંતાસી ગામ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ કલમ 30, 33 અને બીએનએસ ની કલમ 125 મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News