મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આવેલ જુદાજુદા બે સ્પાના મેનેજર સામે ગુના નોંધાયા


SHARE







મોરબી શહેરમાં આવેલ જુદાજુદા બે સ્પાના મેનેજર સામે ગુના નોંધાયા

મોરબી શહેરના જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવા માટે અવારનવાર જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ મોરબી શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યા ઉપર આવેલ બે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી કરીને બંને સ્પાના મેનેજરોની સામે જાહેરનામા ભાંગના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે આવેલ રોયલ ક્રિષડી સ્પા ને ચેક કરવામાં આવ્યું હતુ ત્યારે ત્યાં કામ કરતા સ્ટાફની માહિતી મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી કરીને તેના મેનેજર અજયભાઈ ધીરુલાલ ટમટા (28) રહે. પંચાસર રોડ શ્યામ પાર્ક-2 અક્ષર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-302 મોરબી મૂળ રહે. ઉત્તરાખંડ વાળાની સામે ગુનો નોંધાયો હતો આવી જ રીતે સનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે આવેલ ક્રાઉન વેલાઈસ સ્પામાં કામ કરતા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી ત્યાંના મેનેજર તોફિકભાઈ રહીમભાઈ મલેક (34) રહે. બોરીચાવાસ લીલાપર રોડ જેલ પાસે મોરબી વાળાની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News