સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના રફાળેશ્વર નજીક બાઇક આડે ભેંસ આવતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો યુવાન જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇકની આડે ભેસ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા અશોકભાઈ સીતારામભાઈ દુધરેજીયા (47) નામનો યુવાન બાઇક લઈને મકરસરથી રફાળેશ્વર તરફ આવતા જીડીસી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ભેંસ ઉતરતા બાઈક સહિત તે યુવાન રસ્તા ઉપર નીચે ટકાયો હતો જેથી કરીને યુવાનને ઇજાઓ થયેલ હતો અને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

કાર પલટી

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરબતભાઈ ભરવાડ (36) નામનો યુવાન પોતાની કાર લઈને મોરબીથી માળિયા તરફ જઈ રહ્યો હતો દરમિયાન ટિંબડી ગામના પાટીયા પાસે રામદેવ હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર તેની કાર પલટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈએ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા નેહલબેન મેરાભાઇ વકાતર (17) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News