મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીમાં સ્કાય મોલ પાસે છાતીમાં દુખાવો ઉપડતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબીના સનાળા ગામ ને રહેતો યુવાન સ્કાય મોલ પાસે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટેની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેનું સારવારમાં મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ શનાળા ગામે રહેતો અમિત હિતેશભાઈ મિયાત્રા (28) નામનો યુવાન તા. 9/12 ના બપોરના 12:00 વાગ્યાના અરસામાં મોરબીના રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નકલંક હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતાં બાળક સારવારમાં

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે શૈલેષભાઈની વાડીએ રહેતા પરિવારના રાકેશ વસુનિયા  નામના મજૂરનો દોઢ વર્ષનો બાળકએ રમતા રમતા દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.

પરિણીતા સારવારમાં

મોરબી નજીક લાલપર ગામ પાસે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા શીતલબેન શંભુભાઈ સિંહા (19) નામની પરિણીતાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે અજાણી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી  છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા અને રાઈટર ધર્મેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.






Latest News