મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના પિતા-ભાઈને વ્યાજ માટે ધમકીના ગુનામાં વધુ એક વ્યાજખોર પકડાયો: કુલ 7 ઝડપાયા


SHARE











મોરબીમાં યુવાન અને તેના પિતા-ભાઈને વ્યાજ માટે ધમકીના ગુનામાં વધુ એક વ્યાજખોર પકડાયો: કુલ 7 ઝડપાયા

મોરબીમાં રહેતા આધેડને ધંધા માટે રૂપિયાની જરૂરી હતી જેથી વ્યાજે રૂપિયા લીધા હતા ત્યાર બાદ તે વ્યાજનાચક્રમાં ફસાયા હતા અને વ્યાજખોરો દ્વારા તે આધેડ અને તેના બે દીકરાને ધમકીઓ દેવામાં આવતી હતી જે ગુનામાં પહેલા 6 આરોપીને પકડવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવ્યો છે.

મોરબીમાં આવેલ ગૌરાંગ શેરી પારેખ શેરીમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા ઉમંગભાઈ બિમલભાઇ મકવાણા (21)એ થોડા દિવસો પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડતુફેલ અલીભાઇ ગલરીયાઅનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજાહસનઅલી બ્લોચહીરાભાઇ દેવસીભાઇ રબારીજુબેર અલીભાઇ ગલરીયાભાવીક વિમલભાઇ સેજપાલ અને ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ હતી કેતેના પિતાએ ધંધા માટે અને ત્યાર બાદ તેની માતાની સારવાર માટે જુદા જુદા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ વ્યાજખોરોના ચક્રમાંથી નીકળવા માટે ઉચાં વ્યાજે જુદાજુદા કુલ મળીને આઠ શખ્સો પાસેથી આધેડ અને તેના દીકરે વ્યાજેરૂપિયા લીધા હતા અને વ્યાજે રૂપિયા લીધેલ રૂપિયાની સામે ત્રણ એક્ટિવા અને એક કાર પડાવી લેવામાં આવેલ હતી તો પણ આધેડ અને તેના દીકરોને ચેક રિટર્ન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પહેલા 6 આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેના રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા (48) રહે. શક્તિનગર શનાળા ગામ મોરબી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભટ્ટી મમતાજબેન અલ્લારખાભાઈ (56) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના શિવપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા બકાભાઇ રાઠવા નામના વ્યક્તિએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News