ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત


SHARE











મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત

મોરબીમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું એક અભિયાન 13, ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. જેથી કરીને નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ તે માહિતીને અપડેટ કરવામાં આવશે જેથી આગામી 13, ડિસેમ્બર શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી) એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.

તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ. હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ,ભાતૃભાવને કારણે  ઈચ્છા હતી કે, આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવું છે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ પૂરી કરવાના છે. અને આગમી તા 15/12 રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાડીએ જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી આપવા માટે આવે ત્યારે આમંત્રણ પત્રક અને ભોજન પાસ આપવામાં આવશે. તેવું જ્ઞાતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવ્યુ છે.






Latest News