મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત


SHARE







વાંકાનેરના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા આવેલ રાજકોટના યુવાનનું પાણીના ધરામાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે રાજકોટથી યુવાન આવ્યો હતો ત્યારે મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા માટે જતા સમયે અકસ્માતે કોઈ કારણોસર યુવાન પાણીમાં પડી ગયો હતો જેથી તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ નવજીવન હોલ સામે ન્યુ સુભાષ નગર સોસાયટી શેરી નં-2 માં રામજી મંદિરની સામેના ભાગમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઇ પાનસુરીયા (40) નામનો યુવાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યો હતો અને ત્યાં મંદિર પાસે આવેલ પાણીના ધરામાં દર્શન કરવા જતા સમયે કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે રાજેશભાઈ પાનસુરીયાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હર્ષ ઉર્ફે મુન્નાભાઈ દુધરેજીયા (45) રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News