મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી આધેડના બાઈકની ચોરી: મોરબીમાં સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો


SHARE







મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી આધેડના બાઈકની ચોરી: મોરબીમાં સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને 40 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં લવકુશ એપાર્ટમેન્ટ ફ્લેટ નં- 502 માં રહેતા નિલેશભાઈ મોહનભાઈ કંઝારીયા (50)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગના પાર્કિંગમાં ફરિયાદી તેનું બાઈક નંબર જીજે 36 8751 પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

સ્પામાંથી એક બોટલ દારૂ ઝડપાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે રામધન આશ્રમની સામેના ભાગમાં આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ સન સ્પામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 2,000 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી મોહમ્મદ ઝેડ મહંમદજાવેદ ખાન (19) રહે, સન સ્પા મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે






Latest News