મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ

ઘણી વખત સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા માટે જતી હતી અને ત્યાં ડાન્સ શીખવવા માટે આવતા વિધર્મી શખ્સ દ્વારા તે સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને વાવડી રોડે ડાન્સ ક્લાસીસમાં ડાન્સ શીખવા માટે થઈને મોકલવામાં આવતી હતી અને ત્યાં ડાન્સ શીખવવા માટે થઈને આવતા વિધર્મી શખ્સ દ્વારા તેને લલચાવી ફોસલાવીને તે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આ ગુનામાં આરોપી ઈરફાન અલીભાઈ માણેક જાતે મિયાણા (19) રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે.






Latest News