મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ

મોરબીમાં મચ્છી પીઠ પાસે પિંજરાના જમાતખાના પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ મચ્છી પીઠ પાસે પિંજરાના જમાતખાના નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને ત્યારે ઈર્શાદ ઈકબાલભાઈ ત્રાયા (32) રહે. જોન્સનગર મોરબી, કાસમ ગગજીભાઈ કટિયા (44) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી અને જુમા ગુલમામદભાઈ સાચા (28) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,550 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા ઈરફાન રહીમભાઈ સમા (26) રહે. સોઓરડી વરિયાનગર મોરબી વાળો મળી આવતા પોલીસે 1,060 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી રીતે મોરબીમાં માધાપરના ઝાંપા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પરેશ હસમુખભાઈ આસર (38) રહે. નાની વાવડી ખોડીયાર ડેરી વાળી શેરી સમજુબા સ્કૂલ પાસે મોરબી વાળો મળી આવ્યો હતો જેથી તેની પાસેથી 1,400 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ હુસેન કુભાઈ કાચા રહે. વીસીપરા મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બંને સામે એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News