મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠિકરીયાળા ગામના પાટીયા પાસે લક્ઝરી બસના રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક યુવાનનું મોત: ત્રણને ઇજા


SHARE











વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠિકરીયાળા ગામના પાટીયા પાસે લક્ઝરી બસના રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક યુવાનનું મોત: ત્રણને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઠિકરીયાળા ગામના પાટીયા પાસેથી સીએનજી રીક્ષા પસાર થતી હતી ત્યારે સીએનજી રીક્ષા ને લક્ઝરી બસના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં સીએનજી રીક્ષાના ચાલકનું મોત નીપજ્યું હતું જો કે રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને નાના મોટી ઈજા થતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને લક્ઝરી બસના ચાલકે સ્કોર્પિયો ગાડીને પણ હડફેટ લીધી હતી ત્યારબાદ સ્કોર્પિયો ગાડી અને લક્ઝરી બસ પોલીસ ચોકી પાસેથી સરકી જતા બંને વાહનોમાં નુકસાન થયું હતું અને વાહન ચાલકો અકસ્માત બાદ પોતાના વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયા છે જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્ત ની ફરિયાદ લઈને પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જગદંબા ધાર રેલ્વે સ્ટેશન પાછળ શેરી નંબર ત્રણ માં રહેતા મહાદેવભાઇ ગોવિંદભાઈ સરવૈયા (36)એ મહાસાગર ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જીજે 3 બીટી 9033 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમા તેમણે જણાવ્યું છે કે વાંકાનેર બાઉન્ડ્રીથી ઠિકરીયાળા ગામના પાટીયા વચ્ચેના ભાગમાં લક્ઝરી બસના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ત્યાં સીએનજી રીક્ષા નંબર જીજે 13 એવી 7148 ને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રીક્ષા ચાલક જયેશ ગોવિંદભાઈ સરવૈયાને રોડ ઉપર નીચે પાડીને ઢસડતા ઢસડતા આગળ લઈ જતા લક્ઝરી બસના વ્હીલ નીચે કચડાઈ જવાના કારણે તેનુ મોત નીપજ્યું હતું અને રીક્ષામાં બેઠેલા સાહેદો પૈકી અશ્વિનભાઈ ને પગમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને અન્ય બે વ્યક્તિઓને પણ નાના મોટી ઈજા થઈ હતી આ અકસ્માત બાદ લક્ઝરી બસના ચાલકે કાળા કલરની સ્કોર્પીયો ગાડી નંબર જીજે 12 એફસી 3618 ને હડફેટે લીધી હતી અને લક્ઝરી બસ તથા સ્કોર્પિયો ગાડી ત્યાં રોડ સાઈડમાં આવેલ પોલીસ ચોકી તરફ સરકી જતા બંને વાહનોમાં નુકસાની થઈ હતી અને અકસ્માતના બનાવ બાદ બંને વાહન ચાલકો પોતાના વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને લક્ઝરી બસના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News