મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી: અનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ 1.20 લાખની સહાય મેળવી શકશે


SHARE





મોરબી: અનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ 1.20 લાખની સહાય મેળવી શકશે

અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ 2024-25 દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પૂરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1.20 ત્રણ હપ્તામાં સહાય મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ:-2024-25 દરમિયાન આ યોજનાનો લાભ મેળવતા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/  ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે રૂમ નં. 217,  સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવ્યું છે




Latest News