મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ


SHARE







ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ

સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩ની ભવ્ય સફળતા બાદ કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન- ૪નું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ- મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લેશે. અને આ ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબુત પ્લેટફોર્મ મળી રહેશે. તેમજ આ ટુર્નામેન્ટ ૩૭ દિવસ સુધી ચાલશે જેમાં ૪૦૦ થી વધુ ટીમો ભાગ લઇ રહેલ છે. આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદએ જણાવ્યુ હતું કે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં ૪૦૦ થી વધુ ટીમ ભાગ લઇ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએથી જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે પોતાનો કૌવત બતાવવા રમશે ગુજરાત જીતશે ગુજરાતજેવા વિવિધ રમત મહોત્સવનું આયોજન કરી હર હંમેશ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. આપણા સૌના જીવનમાં રમત એ ખુબ મહત્વની છે. અને રમતથી આપણા મનને આનંદ થાય છે. અને રમત એ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તેમજ ઘણી બીમારીઓ સામે પણ માનસિક રીતે લડવામાં તે મજબુતી આપે છે. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડા, સર્વે ખેલાડીઓ અને આયોજનમા જોડાયેલ સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News