મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો


SHARE











વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો

વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કારખાનાના લેબર ક્વાર્ટર નજીક બાળકોને રૂમની બહારના ભાગમાં કુદરતી હાજતે નહીં બેસાડવા માટે દંપતીને કહ્યું હતું જે બાબતે તેને સારું નહીં લાગતાં તે બંનેએ મહિલા અને સાહેદોની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને લાકડી વડે સાહેને માર માર્યો હતો ત્યારબાદ ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને મહિલા તેમજ સાહેદોની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક જેતપરડા રોડ ઉપર આવેલ સ્નોબ સેનેટરીવેર નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જોસનાબેન ભીખાભાઈ ચાવડા (39)હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ અને રોહિતભાઈ કોળી રહે. ભોજપરા તથા ગોપાલભાઈ કોળી, સાગરભાઇ કોળી અને દિનેશભાઈ કોળીની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, કારખાનામાં લેબર કોલોનીમાં કવાર્ટર નજીક આરોપી મનિષાબેન તથા રાહુલભાઈ દ્વારા તેના બાળકોને રૂમની સામે કુદરતી હાજત કરાવવામાં આવતી હતી જે નહીં કરાવવા માટે ફરિયાદી કહ્યું હતું જે તેઓને સારું ન લાગતા તેણે ફરિયાદી તથા સાહેસાથે બોલાચાલી કરી હતો અને ગાળો આપી હતી ત્યારે આરોપી રાહુલે લાકડી વડે સાહેદને ડાબા કાન પાસે માર મારીને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ બાકીના ત્રણેય આરોપીઓ પાછળથી ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા  સાહેદો સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા સાહેદો સાથે જપાજપી કરી મારમાર્યો હતો. જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાળક સારવારમાં
વાંકાનેરમાં રાતીદેવડી ગામે રહેતા પરિવારનો ચંદુ રમેશભાઈ વિકાણી નામનો બાર વર્ષનો બાળક ઘર નજીક તાપણું કરતો હતો ત્યારે દાજી ગયો હોય વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર બાદ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છના ભચાઉ તાલુકાના ચાંદોડિયા ગામે રહેતા મુકેશભાઈ અમરશીભાઈ કોળી નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હંજીયા વાંઢ ભચાઉ ખાતે બાઇક આડે કૂતરું ઉતરતા વાહન સ્લીપ થયું હોય ઈજા પામતા અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમજ વાંકાનેર હાઇવે ઢુવા ચોકડીએ વાહન અકસ્માતમાં ઇજા પામેલા સોહમભાઈ સોમનાથભાઈ અહિરવાલ (૩૦) રહે.હાલ મકનસર તા.મોરબી ને ઇજાઓ થયેલ હોય ૧૦૮ વડે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તાક વલીમામદ વીરમાણી નામના ૩૦ વર્ષના યુવાનને તેના ઘરે ભાઈ-ભાભી દ્વારા માર મારવામાં આવતા તેને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણામાં રહેતા જૈનબબેન આદમભાઈ જામ નામની ૨૭ વર્ષની યુવતી કોઈ કારણસર તેના ઘરે ફીનાઇલ પી ગયેલ હોય તેણીને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા પોલીસ દ્વારા પહોંચીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ હળવદ તાલુકાના ભલગામડા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા વિપુલ જેરામભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષના યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.






Latest News