ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રસ્તા ઉપર ચાલવા બાબતે મજુર સાથે માથાકુટ: વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેર શહેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રસ્તા ઉપર ચાલવા બાબતે મજૂર સાથે માથાકૂટ કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કર્યો હતો ત્યારે યુવાનને હાથની હથેળીમાં ઇજા થઈ હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના જીનપરા જૂના ચંદ્રપુર રોડ ઉપર કબીર પાર્ટી પ્લોટની સામેના ભાગમાં રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયા (37)એ હાલમાં રફિકભાઈ જુમાભાઇ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, જીનપરમાં આવેલ રામજી મંદિર પાસેથી તેના મજૂર જયેશભાઈ જતા હતા ત્યારે રસ્તામાં ચાલવા બાબતે આરોપીએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી અને સાહેદ વચ્ચે પડતા તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી વડે હુમલો કરવા જતા ફરિયાદીએ છરી પકડતા તેને હાથની હથેળીમાં ઈજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News