મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: નાની-મોટી 27 બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડ: નાની-મોટી 27 બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના કાલિકાનગર ગામે રહેતા શખ્સના ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની મોટી કુલ મળીને 25 બોટલો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકાનગર ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા સુરેશ ભાલોડીયા મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સુરેશ ભાલોડીયાના રહેણાંક મકાનમાંથી તથા ન્યુ કેવલ સ્ટોન ભરડીયા પાસેથી દારૂની મોટી બે અને નાની 23 આમ કુલ મળીને 25 બોટલો પોલીસે કબજે કરી હતી અને કુલ મળીને 3,582 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુરેશ મગનભાઈ ભાલોડીયા (52) રહે. કાલિકાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ ક્યાંથી આવેલ હતો તે દિશામાં આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

બે બોટલ દારૂ

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના ગેઇટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 ની કિંમતની દારૂની બોટલો સાથે અભિજીતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (28) રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી હનુમાનજી મંદિર ની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી વાળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News