વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે દીકરાના બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત


SHARE







મોરબીના જાંબુડિયા પાસે દીકરાના બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત

વાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે યુવાન પોતાની માતને બાઈકમાં બેસાડીને જતો હતો ત્યારે અકસ્માતે તેની માતા બાઈકમાથી નીચે પટકાતાં તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતક મહિલાના દીકરાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ ઉપર જકાત નાકા પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં શેરી નં. ૪ માં રહેતા મુકેશગર રામગર ગોસ્વામી જાતે બાવાજી (ઉ.૪૫)એ હાલમાં કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેવાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ભડીયા પાસેથી કિશનગીરી રમેશગીરી ગોસ્વામી પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજે ૬૮૪૮ લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકમાં પાછળ બેઠેલ તેની માતા મૈયાબેન રામગરભાઇ ગોસ્વામી (રહે, 3-રાજીવનગર, બજરંગવાડી, રાજકોટ) રોડ ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને માંથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી અને તેઓનું મોત નિપજયુ હતું જેથી કરીને હાલમાં પોલીસે ફરિયાદ લઈને આઇપીસી કલમ ૨૭૯૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News