વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોના રૂપિયા ન ચૂકવતા એજન્ટોને મારવાની ધમકી !


SHARE







મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોના રૂપિયા ન ચૂકવતા એજન્ટોને મારવાની ધમકી !

મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટી લી. પાસે કરોડો રૂપિયા ગ્રાહકના ડુબી ગયાં છે અને એજન્ટો પર ગ્રાહકોનો ત્રાસ વર્તાવી રહીયો છે ત્યારે મીઠામીઠા વચનો આપીને સહારા કો-ઓપરેટીવ સોસાયટી ગ્રાહકનો સમય વીતાવી રહી છે. તેવુ દેખાઇ રહયું છે આ અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કાનુની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબી જીલ્લામાં સહારા કો ઓપરેટીવ સોસાયટી લી. પાસે કરોડો રૂપિયા ગ્રાહકના ડુબી ગયાં છે ત્યારે સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોને મીઠા મીઠા સ્વપ્નો બતાવીને છેલ્લે સપ્ટેમ્બર મહીનામાં ગ્રાહકોને પૈસા મળશે તેવા સ્વપ્ના બતાવેલ પરંતું કાંઇ થયેલ નથી હાલે જે એજન્ટો હતા તેની દિવાળી બગડી ગઇ છે અને ગ્રાહકો એજન્ટોને મારવાની ધમકી આપી રહ્યા હોવાના અહેવાલ જાણવા મળેલ છે આવા સમયમાં એજન્ટો શુ કરે ?,  એજન્ટોએ કમીશનની લાલચમાં પોતાની જીંદગી બગાડી છે પાકતી મુદતની રસીદો ગ્રાહકોના રમાં ધા ખાઇ છે અને સહારા કો-ઓપરેટીવ સોસાયટી લી. કયારે પૈસા ગ્રાહકને આપશે તે નકકી નથી આવાજ એક ઢુવાના એજન્ટ અશોકભાઇ સારસાને માનસીક તકલીફ થઇ ગયેલ છે અને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ગ્રાહકોને જણાવ્યુ છે કેએજન્ટો પૈસા ઉધરાવીને સોસાયટીને આપ્યા છે તે એજન્ટો છે તેને ત્રાસ આપવો યોગ્ય નથી આવી અનેક ફરીયાદ ગ્રાહક સુરક્ષામાં આવતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા એ કાનુની કાર્યવાહી શરૂ કરેલ છે.




Latest News