વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને ફટાકડાનું વિતરણ કરાયું


SHARE







મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને ફટાકડાનું વિતરણ કરાયું

મોરબીમાં દિવાળીના તહેવારો ઉપર શ્રમજીવી પરિવારના બાળકો પણ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી શકે તે માટે મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ હર્ષભઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઇ વાંક અને યોગરાજસિંહ સહિતની ટીમ દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશિપભાઇ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ પટેલ સહિત શહેર અને જિલ્લા યુવા ભાજપના હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બાળકોને ફટાકડા આપી દિવાળીની ખુશીઓની ભેટ આપવામાં આવી હતી. અને આવી જ રીતે મોરબીના જય અંબે ગ્રૂપનાના સભ્ય ગોવિંદભાઈ ઘોડાસરાના પુત્ર આર્યનના જન્મદિન નિમિતે જય અંબે સેવા ગ્રૂપ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારોમા અનેક ઘરોમા જઈને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામા આવ્યું હતું તેવું જય અંબે ગ્રૂપના જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યુ છે




Latest News