વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત


SHARE







ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત

ટંકારા તાલુકામાં આવેલ ડેમી -૨ ડેમ પાસે આવેલ કુવામાં પડી જવાથી વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન કારખાનામાં રહેતા નરેશગીરી ચંદુગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૩૧) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેઓના માતા કંચનબેન ચંદુગીરી ગોસ્વામી (ઉંમર ૬૫) સ્લોગન કારખાનાની સામે આવેલ ડેમી-૨ ડેમ પાસે આવેલ કૂવામાં પડી જતાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર કૂવામાં પડી ગયા હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે




Latest News