ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ


SHARE







મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ

સંપૂર્ણ રાષ્ટ્રવાદને વરેલ ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણના ધ્યેય સાથે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની પ્રાંતિય રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું મોરબીમાં આવેલ નવયુગ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે દર્શનાબેન પરમાર, અલ્પાબેન મારવણિયા, મીનાબેન વાઢેર હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશનની સાથે જ બાળકોને સુંદર મજાની કીટ આનંદનગર શાખા-મોરબી શાખા અને જામનગર શાખા દ્વારા દ્વારા પ્રમાણપત્ર આપવમે આવેલ હતા. આ તકે શૈલેશભાઈ દેત્રોજા (પ્રમુખ-મોરબી પેપર મિલ એસો.), મુકેશભાઇ ઉઘરેજા (પૂર્વ પ્રમુખ-મોરબી સિરામિક મેન્યુ. એસો.), હરેશભાઈ બોપલીયા (ઉપપ્રમુખ-ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા), વિનોદભાઇ લાઠીયા (રિજિયોનલ જનરલ સેક્રેટરી-ભારત વિકાસ પરિષદ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (રિજિયોનલ સેક્રેટરી સંસ્કાર-ભારત વિકાસ પરિષદ), યતીનભાઈ રાવલ (પ્રધાન આચાર્ય- નવયુગ સંકૂલ), પ્રાંત ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાવલ, દિવ્યેશભાઈ સતાસીયા, ભૂષણભાઈ ભટ્ટ, મોરબી શાખાના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ પનારા, જેઠસુરભાઈ ગુજરીયા, નરેન્દ્રભાઇ ભાડલીયા, શોભનાબેન ભાડલીયા, આનંદ સિદ્ધપુરા, ધ્રુમિલભાઈ આડેસરા તથા હરિભાઇ પરમાર સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ પ્રાંતીય રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા હિન્દી અને સંસ્કૃત વિભાગની કૃતિઓ બંને એક સાથે શરૂ કરવામાં આવી અને સૌરાષ્ટ્રકચ્છ પ્રાંતની ૧૯ જુદી જુદી શાખાઓની વિદ્યાર્થી ટીમ દ્વારા બંને વિભાગોમાં કુલ ૩૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને આ સ્પર્ધામાં વિજેતા ટીમ રિજીયન કક્ષાની પ્રતિયોગિતા વડોદરામાં તા 20/10 ના રોજ યોજાશે જેમાં ભાગ લેવા માટે જશે અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરશે.






Latest News