વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને માર મારનાર બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને માર મારનાર બે આરોપીની ધરપકડ

મોરબીના જેતપર ગામે વીજ કનેકશનના બાકી બિલની રકમ વસૂલ કરવા માટે વીજ કર્મચારી વાડીએ ગયો હતો ત્યારે વાડીએ બે શખ્સોએ વીજ બિલના બાકી રૂપિયા નહિ આપીને વીજ કર્મચારીની કાયદેસરની ફરજ મા રૂકાવટ કરી હતી અને તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી વીજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં સરકારી કર્મચારીને માર મરનારા બે આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ત્રિકોણ નગરમાં રહેતા અને વીજ કંપનીમાં કામ કરતાં જગજીવનભાઈ બચુભાઈ મેરજા (ઉમર ૩૮) પોતાની ફરજના ભાગરૂપે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ જ્યોત્સનાબેન હેમંતભાઈ ભડજાની વાડીએ બીલના બાકી રૂપિયાની વસુલાતની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે વીજળી બીલના બાકી નીકળતા પૈસા ન આપીને તેમની ફરજમાં મહેશભાઈ હેમંતભાઈ ભાડજા અને અમિતભાઈ રહે. બંને જેતપર વાળાએ ફરજમાં રૂકાવટ કરી હતી અને બાદમાં વીજ કર્મચારીની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી વિજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહેશભાઈ હેમંતભાઈ ભાડજા (૪૦) અને અમિત રામજીભાઇ ભાડજા (૩૧) રહે, બંને જેતપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News