મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે: ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ


SHARE







મોરબી:શ્રીઔદીચ્ય વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે  ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજનનું આયોજન કરાશે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, ઉપ પ્રમુખ મહેશભાઇ ભટ્ટ અને મનીષભાઈ યાજ્ઞિક તેમજ મહામંત્રી નરેન્દ્રભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૨ ઓક્ટોબર વિજ્યા દશમીના પાવન પર્વના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી વિજ્યાદશમી તારીખ ૧૨ ઓકટોબર ૨૦૨૪ને શનિવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબજેલ પાસે વાંકાનેર દરવાજા, ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તેજસ્વીતા અભિવાદનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શસ્ત્ર પૂજન તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવશે. તો આ ત્રિવિધ સમારંભમાં જોડાવા ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને આ સમારંભમાં હાજર રહી આપના બાળકોને પ્રોત્સાહિત કરવા અચૂક હાજર રહેશો.ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા સર્વે ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ટંકારાના સજનપર ગામની શાળામાં ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ

માતાજીના છઠ્ઠા નોરતે તા.8-10-2024 ને મંગળવારના રોજ મોરબીના CA સુકેતુગીરીભાઈ ગૌસ્વામી દ્વારા પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાની નવદુર્ગા સમાન બાળાઓને ચણિયા ચોલી માટે રૂ. 5001 રોકડા અને આ શાળા તેમજ નવા સજનપર પ્રા. શાળાના તમામ બાળકોને ભૂંગળા-બટેટા અને ઠંડી છાસનું જમણવાર કરાવેલ છે શાળાના તમામ બાળકો ખૂબ જ પ્રેમથી જમ્યા હતા.આવા શ્રેષ્ઠ કાર્ય બદલ તમામ બાળકો અને શાળા પરિવાર વતી આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ માતાજી ગૌસ્વામી પરિવારને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના સહ ખૂબ ખૂબ  આભાર વ્યક્ત કરેલ છે.

 






Latest News