મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન


SHARE











મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે મોરબીમાં પરંપરાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે અને શનાળા શક્તિ માતાજીનાં મંદિરે રેલી પૂરી કરવામાં આવશે અન એ ત્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.12 ને શનિવારના રોજ વિજયા દશમીએ બપોરે ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી શનાળા શક્તિ માતાજીનાં મંદિરે રેલીને પૂરી કરવામાં આવશે અને આ રેલીમાં ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે તેવુ આગેવાને જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.






Latest News