ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને ઘરમાં જ ભર્યું અંતિમ પગલું


SHARE











મોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને ઘરમાં જ ભર્યું અંતિમ પગલું

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો યુવાને છૂટક મજૂરી કરતો હોય આર્થિક સંકળામણથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગલ્લાભાઈ આંબલીયા (40) નામના યુવાને આજે વહેલી સવારે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન છુટક મજૂરી કામ કરતો હોય આર્થિક સંકળામણથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો અને યુવાને અંતિમ પગલું ભરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવે છે

બાળક સારવારમાં

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ખાતે પરિવાર સાથે રહેતો ગોવિંદ ડામોર (11) નામનો બાળક મોટો સિરામિક પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાળકને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હરી કોલ કોર્પોરેશન ખાતે રહેતો જયશંકર શાહ (35) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી તે નીચે પડી ગયો હતો જેથી ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News