મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી: શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ દ્વારા SVS કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો


SHARE







મોરબી: શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલ દ્વારા SVS કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ કૌશલ્યો જેવા કેચિત્રકલાકાવ્યલેખન કળાગાયનકળાઅને વાદન કળાની પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે "ગરવી ગુજરાત" થીમ અંતર્ગત કલા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલમોરબીના કન્વીનર અતુલભાઈ પાડલિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ જુદી જુદી ચાર સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધાબાળકવિ સ્પર્ધાસંગીત ગાયન સ્પર્ધા, (શાસ્ત્રીય અને સુગમ સંગીત)સંગીત વાદન સ્પર્ધા (તાલ અને સુર વાદ્ય)નું આયોજન  કરવામાં આવેલ હતું અને મોરબીની અભિનવ સ્કૂલ ખાતે શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકૂલમોરબીની SVS કક્ષાની સ્પર્ધા યોજવામાં આવેલ હતું.

જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબીના પ્રમુખ મનોજભાઈ ઓગાણજાએ હાજરી આપેલ હતી. આ સ્પર્ધામાં કુલ નવ  QDC માંથી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૫૫ જેટલા  વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતોદરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમદ્વિતીયઅને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 500, 300, અને 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ કાર્યક્રમમાં જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષક ભાઈઓ - બહેનોએ નિર્ણાયક તરીકે કામગીરી કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન SVS કન્વીનર અતુલભાઈ પાડલિયા અને સહ કન્વીનર રાજેશભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં  મોરબીના તમામ QDC કન્વીનર તથા  જુદી જુદી શાળાના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો તેમજ અભિનવ સ્કૂલના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.






Latest News