મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે ગેસ લીકેજના લીધે આગ લાગતા દાજી ગયેલ પિતા-પુત્ર સારવારમાં


SHARE







મોરબીના ઘુંટુ ગામે ગેસ લીકેજના લીધે આગ લાગતા દાજી ગયેલ પિતા-પુત્ર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં વહેલી સવારે રસોડામાં ગેસ ચાલુ કરતા સમયે ગેસ લીકેજ હોવાના લીધે લાગેલી આગમાં પિતા-પુત્ર દાજી જતાં બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ઘુંટુ ગામે આવેલ હરીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ વલ્લભભાઈ પરેચા (ઉમર 37) અને તેમનો પુત્ર હર્ષ ભાવેશભાઈ પરેચા (ઉમર 3) વહેલી સવારે છ વાગ્યે રસોડામાં હતા અને ગેસ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારે ગેસ લીકેજ હોવાના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો.આ આગ લાગવાના બનાવની અંદર ભાવેશભાઈ તથા તેમનો ત્રણ વર્ષનો દીકરો હર્ષ દાઝી ગયા હોવાથી બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હાલ બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર જે.પી.પટેલ અને રાઇટર વાસુદેવભાઈ સોનગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપુર ગામે રહેતા રમેશભાઈ કાળુભાઈ મુછડીયા નામના 31 વર્ષના યુવાનને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જે.બી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના સાપર ગામ પાસે આવેલ સેગમ વિટરીફાઈડમાં રહીને મજૂરી કામ કરતો અભિષેક રવિન્દ્રભાઈ નામનો 19 વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ પાસે આવેલ સાયન્સ કોલેજનજીક રહેતા છોટુભાઈ બચુભાઈ ઉચાણા નામના 63 વર્ષના વૃદ્ધ કામ સબબ લાલપર ગયા હતા અને ત્યાંથી પરત તેઓ તેઓના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ભડીયાદ નજીક રોડ ઉપરના ખાડામાં સાયકલનું ટાયર આવી જતા તેઓ પડી ગયા હતા.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News