મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ-ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૨૭ કરોડ જેટલી રકમના લાભોનું વિતરણ કરાયુ


SHARE







મોરબીમાં સાંસદ-ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૨૭ કરોડ જેટલી રકમના લાભોનું વિતરણ કરાયુ

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી આજે મોરબી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં અવાયું હતું જેમાં સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા અને કલેક્ટર સહિતના અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા તેઓના હસ્તે જિલ્લાના ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને અંદાજીત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ દરિદ્ર નારાયણને ગરીબીમાંથી બહાર લાવી તેમના આર્થિક સશક્તિકરણ માટે વર્ષ ૨૦૦૯-૧૦ થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. ગરીબ કલ્યાણ હિતલક્ષી આ પરંપરાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી છે ત્યારે આજે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળા અન્વયે મેળા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મળી અંદાજિત ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લગભગ અંદાજિત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવનભાઈ ભાગીયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે લાભાર્થીઓને જુદી જુદી સહાય અર્પણ કરવામાં આવી હતી






Latest News