ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીન ઉપરથી નીચે પડતાં માથામાં હેમરેજ થવાથી મહિલાનું મોત


SHARE







મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીન ઉપરથી નીચે પડતાં માથામાં હેમરેજ થવાથી મહિલાનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ કારખાનામાં મશીન ઉપર કામ કરતા સમયે પગ લપસતા નીચે પટકાવવાથી મહિલાનું માથું જમીનમાં અથડાયું હતું જેથી મહિલાને માથાના ભાગે હેમરાજ થવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ લોરેન્જો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રેખાબેન રાજેશભાઈ ખારોલ (29) નામની મહિલા કારખાનામાં આવેલ ફિલ્ટર પ્રેસ વિભાગમાં મશીન ઉપર ચડીને કામ કરતી હતી દરમિયાન તેનો પગ લપસતા તે ઉપરથી નીચે પટકાઈ હતી અને તેનું માથું જમીનમાં અથડાતા મહિલાને માથામાં હેમરેજ થઈ ગયું હતું અને તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ આ મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે






Latest News