ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સને દબોચ્યા: માલ આપનાર-મંગાવનારની શોધખોળ


SHARE







મોરબીમાં સ્ટેટ મોનીટરીગની ટીમે ત્રણ બોટલ દારૂ સાથે બે શખ્સને દબોચ્યા: માલ આપનાર-મંગાવનારની શોધખોળ

મોરબીમાં આવેલ પરશુરામ પોટરીના મેદાનમાં આવેલ મંદિર પાસે એસએમસીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ત્રણ બોટલ સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, રોકડા રૂપિયા, મોબાઈલ અને વાહનો મળીને 87,605 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને કુલ મળીને ચાર શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પરશુરામ પોટરીના મેદાનમાં આવેલ મંદિર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલો સાથે સંદીપભાઈ બેચરભાઈ ચાઉ (31) અને કિશનભાઇ ભુપતભાઈ ગાંધી (30) રહે. બંને મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1,395 ની કિંમતની દારૂની બોટલો 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન, બે વાહન તેમજ રોકડા 6,210 આમ કુલ મળીને 87,605 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ અને કિશનભાઇ ભુપતભાઈ ગાંધી નામના બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂ મોકલનાર તરીકે મુબારકભાઈ રહે. ધાંગધ્રા અને દારૂ મંગાવનાર જયદીપભાઇ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહે. વરીયાનગર શેરી નંબર-8 મોરબી વાળાના નામ સામે આવ્યા છે જેથી કરીને હાલમાં ચારેય શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને જે બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવીને સોંપવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે કુલદીપભાઈ રમેશભાઈ ગામી (31) રહે. રવાપર ઘૂનડા રોડ શિવ વાટિકા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 702 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.






Latest News