મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે કાલે ગરીબ કલ્યાણ મેળો: ૨૭ કરોડ જેટલી રકમના લાભો વિતરણ કરાશે


SHARE







મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે કાલે ગરીબ કલ્યાણ મેળો: ૨૭ કરોડ જેટલી રકમના લાભો વિતરણ કરાશે

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મેળવી શકે તે હેતુથી આગામી આવતીકાલે સવારે ૦૯:૦૦ કલાકથી મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ કાર્યક્રમમાં અનેક સરકારી યોજનાઓના લાભ અને સહાય વિતરણના ભાગરૂપે જિલ્લાના ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને અંદાજીત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ દરિદ્ર નારાયણને ગરીબીમાંથી બહાર લાવી તેમના આર્થિક સશક્તિકરણ માટે વર્ષ ૨૦૦૯-૧૦ થી ગરીબ કલ્યાણ મેળાનો અભિનવ વિચાર આપેલો છે. ગરીબ કલ્યાણ હિતલક્ષી આ પરંપરા ને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી છે ત્યારે આવતીકાલે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાએ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ ગરીબ કલ્યાણ મેળા અન્વયે મેળા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મળી અંદાજિત ૧૬ હજારથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લગભગ અંદાજિત ૨૭ કરોડ જેટલી રકમના વિવિધ લાભ વિતરણ કરાશે.






Latest News