મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત


SHARE







હળવદના રણજીતગઢ ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર ત્રણ વર્ષની માસુમ બાળકી પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં રાયસંગપુર વાળા હસમુખભાઈ પ્રભુભાઈ દલવાડીની વાડી આવેલ છે ત્યાં રહેતાને મજૂરી કામ કરતા પાંડ્યાભાઈ તડવીની ત્રણ વર્ષની દીકરી દેવિકા કોઈપણ કારણોસર સિમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈક સ્લીપ

મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા રણજીતભાઈ શાહુ (48) નામનો યુવાન બાઇક લઈને હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ઇજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News