મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીડા નજીક પોતાની જ ઇકો ગાડીમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરના ગારીડા નજીક પોતાની જ ઇકો ગાડીમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તે ગારીડા ગામની સીમમાં ઇકો ગાડીમાં યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા માહિતી મુજબ ચોટીલાના પોપટપરા કનૈયા હોટલની સામેના ભાગમાં રહેતા વિજયભાઈ રાજુભાઈ સરવૈયા જાતે કોળી (24) નામના યુવાને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવવાના રસ્તે ગારીડા ગામની સીમમાં નેશનલ હાઇવેની બાજુમાં પોતાની ઇકો ગાડી નંબર જીજે 13 સીએ 4913 ઉભી રાખીને પોતે પોતાની જાતે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાને સારવાર માટે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ગિરિરાજ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એ.જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતો તેજસ ભરતભાઈ સિંધવ (15) નામનો બાળક શાળાએથી ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે ગામના પાટીયા પાસે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તે બાળકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News