ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે માલગાડીની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આગળની વધુ તપાસ રેલવેના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી ગઇકાલે તા. 23/9 વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે માલગાડીની હડફેટે અજાણ્યો 40 વર્ષનો યુવાન અથડાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની જાણ કરતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ અંગેની આગળની વધુ તપાસ રેલવેના પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે જોકે, મૃતક વ્યક્તિને કોઈ જાણતા હોય તો તેમણે ધર્મેન્દ્રસિંહ જાડેજાના મોબાઈલ નંબર 63526 35525 ઉપર સંપર્ક કરવા માટે તેઓએ જણાવ્યું છે






Latest News