મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભંગારના ગેરકાયદેસર ડેલા દૂર કરવા કલેક્ટરની અધિકારીઓને સૂચના !


SHARE











મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ભંગારના ગેરકાયદેસર ડેલા દૂર કરવા કલેક્ટરની અધિકારીઓને સૂચના !

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યઓ સહિતના પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, માર્ગ અને મકાન સ્ટેટ તથા પંચાયત હસ્તકના રોડની અધુરી કે ધીમી કામગીરી, વાંકાનેરના પંચાસર રોડ પરના બ્રીજ અંગેની કામગીરી, પીવાના પાણીના પ્રશ્નો, ભંગારના ગેરકાયદેસર ઉભા કરેલા ડેલાને દુર કરવા અને ભંગારના વેપારીઓના રજીસ્ટ્રેશન કરવા અને બિન અધિકૃત ભંગારની હેરફેરને રોકવા, વ્યાયામ શાળા અને કેન્દ્રિય વિદ્યાલયની કામગીરીની પ્રગતિ, પુર સંરક્ષણ માટેની દિવાલ બનાવવા, કેનાલના સફાઈ કરવા, હળવદ જી.આઈ.ડી.સી. વિસ્તરણની કામગીરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અંતર્ગતની કામગીરી, ગેરન્ટી પીરીયડ હેઠળના રોડ રસ્તાની સ્થિતિ, વાંકાનેરમાં ઓજી વિસ્તારમાં ગંદકી દુર કરવા અને ગંગા સ્વરૂપા વિધવા સહાયની ચુકવણી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરએ સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરએ તમામ અઘિકારી અને કર્મચારીઓને લોકહિતને ધ્યાનમાં રાખી હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા તમામ પ્રાંત અધિકારીઑ સહિતના હાજર રહ્યા હતા






Latest News