મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ


SHARE











હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા પાસે આવેલ કારખાના સામે હાઇવે રોડ ઉપર ટ્રક બંધ પડ્યો હતો તેમાં પાછળના ભાગે એસટીની બસ અથડાઈ હતી જેથી કરીને ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જે બનાવમાં એસટી બસના ડ્રાઇવરે હાલમાં ટ્રકના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સામરખા ગામના રહેવાસી એસટી બસના ડ્રાઇવર મનુભાઈ ભોઈ (38)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નંબર જીજે 12 બીવાય 8875 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે કારખાનાની સામેના ભાગમાંથી તેઓ આણંદથી મુન્દ્રા તરફ એસટીની સ્લીપર કોચ બસ નંબર જીજે 18 ઝેડ 9509 લઈને જઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના સમયે આરોપીનો ટ્રક હાઇવે રોડ ઉપર બંધ હાલતમાં પડ્યો હતો અને ત્યાં પાર્કિંગ લાઈટ કે કોઈ આડસ મૂકવામાં આવી ન હતી જેથી કરીને એસટી બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને તથા બસના કંડકટર ભરતભાઈ છનાભાઈ પટેલ તેમજ બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળક સારવારમાં

મોરબીમાં પ્રભુ કૃપા ટાઉનશીપથી પ્રકૃતિ સોસાયટી તરફ બાઈક ઉપર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ધવ્યા મનોજભાઈ વરમોરા (10) રહે. પ્લોટ વિસ્તાર સરા ને ઇજા થતાં તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News