ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ


SHARE











મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ

સરકાર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા આપણો સ્વભાવ અને આપણા સંસ્કાર બને તે માટે બાહ્ય સ્વચ્છતાની સાથે આંતરિક સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે લોકોને આંતર મનથી સ્વચ્છ બનાવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં તથા હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં શાળાના બાળકો હોંશે હોંશે જોડાયા હતા અને વિવિધ યોગ અને આસનો કર્યા હતા. યોગ શિબિર અન્વયે સ્થળ પર સ્વચ્છતા સેલ્ફીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો એ સ્વચ્છતા ની થીમ સાથે સેલ્ફીઓ લીધી હતી.






Latest News