મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે શાળામાં તમાકુના વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીના બંધુનગર ગામે શાળામાં તમાકુના વ્યસન મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબીના લાલપર પ્રા. આ. કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર મકનસર-૧ દ્વારા પ્રાથમિક શાળા બંધુનગર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦  વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો. દીપક બાવરવા (EMO) અને ડો. રાહુલ કોટડીયા (THO) ની સૂચના થી  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ હતી તથા પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપેલ તથા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા જણાવેલ તથા આરોગ્ય સ્ટાફ કિંજલબેન પરમાર,પિયુષભાઈ મકવાણા,મોનિકાબેન ઝણકાટ તથા પ્રિન્સિપલ અમુલભાઈ એન. જોષી તથા શિક્ષકો  દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવેલ છે. અને આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ તેમજ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ હતા.






Latest News