ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગરમાં રહેતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીના વિજયનગરમાં રહેતા યુવાને ઘરમાં અણધાર્યું પગલું ભર્યું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગરમાં રહેતા વિશાલ મગનભાઈ પરમાર (25) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

હળવદના મયુરનગર ગામ પાસે પુલ ઉપર બાઈક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં હિતેશ રમેશભાઈ કોળી નામના મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે






Latest News