ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં નદીમાં જુદીજુદી બે જગ્યાએ મહિલા અને પુરુષ તણાતા શોધખોળ શરૂ: જીલ્લાના ચાર તાલુકામાં વધુ એકથી ચાર ઇંચ વરસાદ: મહિકા ગામે ઘરમાં ઝાડ ઉપર વીજળી પડતા ભેંસનું મોત 


SHARE











મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં આજે વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લી બે કલાકમાં એક થી ચાર ઇંચ જેટલો વરસાદ પાંચેય તાલુકામાં નોંધાયો છે અને હળવદ તાલુતામાં જુદીજુદી બે જગ્યાએ બે વ્યક્તિ વરસાદી પાણીમાં તણાયા છે જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં બપોરના બે વાગ્યા પછીથી સતત વરસાદ વરસી રહ્યા છે ત્યારે સાંજે છ થી આઠ વાગ્યા સુધીમાં ટંકારા તાલુકામાં 26, માળિયા તાલુકામાં 23, વાંકાનેર તાલુકામાં 20 અને હળવદ તાલુકામાં 96 એમએમ વરસાદ નોંધાયો છે જો કે, મોરબી શહેર અને તાલુકામાં પણ ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે 

તેવામાં હળવદ તાલુકાના ધણાદ ગામ પાસે રીક્ષા તણાઇ હતી જેથી તેમા બેઠેલા પાંચ પૈકીના ચાર લોકોનો બચાવ થયેલ છે જો કે, ધર્મિષ્ઠાબેન વજુભાઈ પટેલ (૪૦) રહે. હળવદ વાળા મહિલા પાણીમાં તણાતા તેની શોધખોળ શરૂ કરી છે અને આ રીક્ષા રણમલપુર ગામેથી પાછી હળવદ આવી રહી હતી ત્યારે આ બનાવ બનેલ છે

આ ઉપરાંત બુટવડા ગામ પાસે આવેલ ખારી નદીમાં રમતુ બેચરભાઈ ભરવાડ નામનો પુરુષ પાણીમાં તણાઈ જતા તેની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે અને હાલમાં હળવદ પાલિકાના ફાયર વિભાગની ટીમ, મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીમાં તણાયેલા બંન્ને લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહિકા ગામે ઘરમાં ઝાડ ઉપર વીજળી પડતા ભેંસનું મોત 

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા બાદી બશીરુદ્દીન અલીભાઈના ઘરે ફળિયામાં આવેલા ઝાડ ઉપર સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વીજળી પડી હતી જેના કારણે ઝાડ નીચે બેઠેલ તેમની એક ભેંસનું મોત નીપજ્યુ છે. જેથી કરીને આ અંગે મહિકા ગામના તલાટી મંત્રી દ્વારા ટીડીઓને જાણ કરવામાં આવી છે અને ટીડીઓએ આ અંગેની જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી છે






Latest News